Posts Tagged ‘bhakti’

ભક્તિનો મર્મ.

સામાન્યરીતે એવું જોવામાં આવ્યું છેકે ભક્તિ લાચારીની પરિસ્થિતિમાં અથવાતો
કશુંક પ્રાપ્ત કરવાની પળોજણમાં કરવામાં આવે છે. આ સાચી ભક્તિ નથી સિવાયકે નમ્રભાવે પ્રાર્થના સ્વરૂપે પરમાત્મા પ્રત્યે અહોભાવથી પ્રેરાઈને કરવામાં આવતી ભક્તિ હોય.
ભક્તિમાં અભિમાન શૂન્ય ખુમારી હોવી જોઈએ જે કોઇપણ પરિસ્થિતિમાં સ્થિરતા બક્ષે અને ઉપસ્થિત પરિસ્થિતિનું પૂર્વગ્રહ મુક્ત આકલન કરીને સર્વ હિતાય બુદ્ધિને પ્રેરે કેમકે નિર્ણય શક્તિતો બુદ્ધી પાસેજ છે. આથીજ ગાયત્રી મંત્રના ઋષિ શુભ કર્મોમાં પ્રેરવા માટે પ્રાર્થના કરે છે.
ભક્તિમાર્ગમાં પ્રાર્થના પરમનો સ્પર્શ પામવા માટેનું ઉત્તમ સાધન છે જેના સહારે વ્યક્તિ ઊંચી ઉડાન ભરીને પરમ સત્તા / પરમ ચેતના નો શબ્દાતીત અનુભવ કરી શકે છે.

Advertisements